જેમ્સ ક્લેવરલી આતંકી હુમલામાં માર્યા ગયેલ લોકોને શ્રદ્ધાંજલી આપશે.
બ્રિટનના વિદેશમંત્રી જેમ્સ ક્લેવરલી પોતાની પહેલી સરકારી યાત્રા પર આજે ભારત આવશે. જેમ્સ ક્લેવરલી આજે મુંબઈમાં વર્ષ ૨૦૦૮ માં તાજ પેલેસ હોટલમાં આતંકી હુમલામાં માર્યા ગયેલ લોકોને શ્રદ્ધાંજલી આપશે.
જેમ્સ ક્લેવરલી આવતીકાલે નવી દિલ્હી આવશે અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની આતંકવાદ વિરોધી સમિતિની વિશેષ બેઠકમાં શામેલ થશે. તેઓ દિલ્હીમાં વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર સાથે મુલાકાત કરશે અને વર્ષ ૨૦૩૦ ની કાર્ય યોજના તથા વ્યાપક રણનૈતિક ભાગીદારી હેઠળ આગામી દાયકામાં ભારત અને બ્રિટન વચ્ચે સહયોગમાં તેજી લાવવા અંગે ચર્ચા કરશે.