ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં કર્યું ઇલેકટ્રોનિકસ પોલીસી ૨૦૨૨-૨૦૨૮નું લોન્ચ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની નવતર પહેરૂપ ઇલેકટ્રોનિકસ પોલીસી ૨૦૨૨ – ૨૦૨૮ નું લોન્ચીંગ ગાંધીનગરમાં કર્યું હતુ. આ પોલિસીમાં નીચે મુજબના મુદ્દાનું ધ્યાન રખાયું છે.

  1. ૨૦૨૮ સુધીમાં ઇ.એસ.ડી.એમ. ક્ષેત્રે ૧૦ લાખ રોજગારીના સર્જનનો
  2. કેપીટલ આસીસ્ટન્સમાં ૨૦ ટકા સુધીની મહત્તમ સહાય
  3. સ્ટેમ્પ ડયુટી અને રજીસ્ર્ટ્રેશન ફીમાં ૧૦૦ ટકાનું વળતર
  4. પાંચ વર્ષ માટે ટર્મ લોન પર ૭ ટકા સુધીની વ્યાજની વાર્ષિક રૂ.૧૦ કરોડ સુધીની સહાય

આવી મહત્વપૂર્ણ સહાય અને પ્રોત્સાહનો આ પોલીસીમાં આપવામાં આવ્યા છે.

મુખ્યમંત્રીએ આ પોલીસીનું લોન્ચીંગ સાયન્સ ટેકનોલોજી મંત્રી જીતુભાઇ વાઘાણી, મુખ્ય સચિવ પંકજ કુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, સાયન્સ ટેકનોલોજી સચિવ વિજય નેહરા તેમજ GESIAના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *