ઉશ્કેરણીજનક ભાષણ આપવાના મામલે કોર્ટે આઝમખાનને સજા ફટકારી હતી. સજા ફટકાર્યા બાદ સમાજવાદી પાર્ટીના નેતા અને ઉત્તરપ્રદેશના રામપુરના ધારાસભ્ય આઝમખાનનું ધારાસભ્ય પદ રદ કરાયું છે. વિધાનસભા અધ્યક્ષ સતિશ મહાનાએ કોર્ટના આદેશ બાદ શુક્રવારે આઝમખાનનું વિધાનસભા સભ્યપદ રદ્દ કર્યું હતું.
વિધાનસભા સચિવાલયે રામપુર બેઠક ખાલી જાહેર કર્યા સંબંધિત માહિતી ચૂંટણીપંચને મોકલી છે. હવે ચૂંટણી પંચ નજીકના ભવિષ્યમાં આ બેઠક માટે પેટા ચૂંટણીની જાહેરાત કરશે.