મોરબી દુર્ઘટનાને લઈ ફરી એકવાર ઘટના સ્થળની મુલાકાતે પહોંચ્યા મુખ્યમંત્રી

ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી પર બનેલો ૧૪૩ વર્ષ જૂનો કેબલ બ્રિજ રવિવારે સાંજે તૂટી જતાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી.  જેમાં અત્યાર સુધી ૨૫ થી વધુ બાળકો સહિત ૧૪૧ થી વધુના મોત થયા હોવાનું સામે આવ્યું છે જ્યારે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. જેમાં ગઈકાલે રાત્રે જ મુખ્યમંત્રી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જે બાદમાં અત્યારે હાલ સવારે ૧૧:૩૦ વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કલેક્ટર કચેરીએ બેઠક યોજ્યા બાદ ફરી ઘટના સ્થળે પહોંચ્યા છે.

મોરબીમાં ગઈકાલે બનેલી દુર્ઘટના બાદ હજુ પણ રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. મહત્વનું છે કે, મોરબી પુલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૧૪૧ થી વધુના મોત થયા હોવાનું સામે આવ્યું છે જ્યારે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે.  ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફરી તમામ અધિકારીઓની બેઠક બોલાવી ચર્ચા કરી હતી. આ તરફ જવાબદારો સામે કડકમાં કડક પગલાં લેવાની જરૂર છે તેવી આખા રાજ્યમાં લોકલાગણી હાલ તો દેખાઈ રહી છે.

ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી પર બનેલો ૧૪૩ વર્ષ જૂનો કેબલ બ્રિજ રવિવારે સાંજે લગભગ ૦૬:૦૦ વાગ્યે તૂટી જતાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી.  જેમાં અત્યાર સુધી ૨૫ થી વધુ બાળકો સહિત ૧૪૧ થી વધુના મોત થયા હોવાનું સામે આવ્યું છે જ્યારે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. આ તરફ સરકાર દ્વારા પીડિત પરિવારોને ૬ – ૬ લાખ વળતરની જાહેરાત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *