બ્રાઝિલના નવા પ્રમુખ તરીકે લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા ચૂંટાયા છે. તેમણે નિકટની હરીફાઈમાં વર્તમાન પ્રમુખ જેયર બોલ્સોનારોને હરાવ્યા હતા. લુલા દા સિલ્વાને ૫૦.૮૩ ટકા વોટ મળ્યા છે, જ્યારે તેમના વિરોધી બોલ્સોનારોને ૪૯.૧૭ ટકા વોટ મળ્યા છે.
૭૬ વર્ષીય લુલા દા સિલ્વાએ બોલ્સોનારોને પદ પરથી હટાવવા માટે પોતાના અભિયાન પર ધ્યાન કેન્દ્રીય કર્યું અને પોતાના સમગ્ર અભિયાન દરમિયાન તેમની ભૂતકાળની સિદ્ધિઓ પર પ્રકાશ પાડયો હતો. તેમની ઝુંબેશમાં નવી કર વ્યવસ્થાનું વચન આપવામાં આવ્યું હતું જે ઉચ્ચ જાહેર ખર્ચ માટે પરવાનગી આપશે.
લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ દેશમાં ભૂખમરો ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી છે, જે બોલ્સોનારો સરકાર દરમિયાન પરત લેવામાં આવી છે. જ્યારે ૬૭ વર્ષીય બોલ્સોનારો કન્ઝર્વેટીવ લિબરલ પાર્ટી હેઠળ પુનઃચૂંટણી લડ્યા હતા, તેમણે ખાણકામ વધારવા, જાહેર કંપનીઓનું ખાનગીકરણ કરવા અને ઊર્જાના ભાવમાં ઘટાડો કરવા માટે વધુ ટકાઉ ઊર્જા ઉત્પન્ન કરવા માટે ઝુંબેશ ચલાવી છે.