પંચમહાલના પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ કોંગ્રેસમાં જોડાયા

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીમાં મોટું ભંગાણ સામે આવ્યું છે. વિગતો મૂજબ પંચમહાલના પૂર્વ સાંસદ પ્રભાત સિંહ ચૌહાણ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. આજે ફાગવેલ પરિવર્તન યાત્રામાં પ્રભાતસિંહ ચૌહાણ કોંગ્રેસમાં જોડાયા છે.

ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીમાં મોટું ભંગાણ સામે આવ્યું છે. ભાજપના પૂર્વ સાંસદ ફાગવેલ પરિવર્તન યાત્રામાં જોડાયા છે. પંચમહાલના પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ કોંગ્રેસમાં જોડાયા છે. મહત્વનું છે કે, આજે કોંગ્રેસ મહામંત્રી મોહન પ્રકાશ અને અમિત ચાવડાએ ખેસ પહેરાવી આવકાર્યા હતા.

અત્યાર સુધી કોંગ્રેસ કે આપ માંથી નેતાઓ કે કાર્યકર્તાઓ ભાજપમાં જોડાતા હતા. જોકે આજે ભાજપના કદાવર સાંસદ પ્રભાતસિંહ કોંગ્રેસમાં જોડતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.  આ સાથે NCP નાં વડોદરાનાં નેતા ડોકટર તસવીન સિંહ પણ કોંગ્રેસમાં જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *