મોરબીના ઝૂલતા પુલના તુટવાની ઘટના બાદ ઓવર ક્રાઉડ સ્થળો પર તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા.
મોરબીના ઝૂલતા પુલના તુટવાની ઘટના બાદ સરકાર દ્વારા રાજ્યમાં વિવિધ સ્થળોએ રોપ વે, ફેરી બોટ અને ઓવર ક્રાઉડ સ્થળો પર તપાસ કરવાના આદેશ આપવામાં આ્વ્યા છે. જે સંદર્ભમાં ગુજરાત મેરી ટાઇમ બોર્ડ દ્વારા ઓખા – બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ પર તપાસ કરવામાં આવી હતી.
જેમાં ૨૫ જેટલી બોટને આઠ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવી છે અને તેમને નિયમ મુજબ કામગીરી કરવા અને ઓવર લોડ પેસેન્જર ન ભરવા માટે તાકીદ કરવામાં આવી છે. જ્યારે સુરક્ષા એજન્સી સાથે ગેરવર્તન કરનાર એક બોટના માલિકની બોટ અચોક્કસ મુદ્દત માટે સસ્પેન્ડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, હાલ ઓખા બેટ દ્વારકા વચ્ચે ૧૭૩ જેટલી ફેરી સર્વિસ બોટ ચાલે છે.