SCO ના સભ્યદેશોએ આંતરરાષ્ટ્રીય સ્તરે લોકતાંત્રિક, ન્યાયી અને બહુધ્રુવીય વિશ્વ વ્યવસ્થાની રચના અંગે પ્રતિબધ્ધતા દર્શાવી

શાંઘાઇ સહકાર સંસ્થા – SCO ના સભ્યદેશોએ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય સિધ્ધાંતો અને કાયદાઓના આધારે વધુ લોકતાંત્રિક, ન્યાયી અને બહુધ્રુવીય વિશ્વ વ્યવસ્થાની રચના કરવા અંગે પોતાની પ્રતિબધ્ધતા દર્શાવી છે. એસ.સી.ઓ.ની બેઠક બાદ બહાર પડાયેલા સંયુકત ઘોષણા પત્રમાં આ મુજબ પ્રતિબધ્ધતા વ્યકત કરાઇ છે.

એસ.સી.ઓ.ના સભ્ય દેશોએ આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક સમસ્યાઓના ઉકેલ મેળવતી વખતે સંઘર્ષનો અભિગમ ટાળવાની પણ પ્રતિબધ્ધતા દર્શાવી છે. તેમણે પરસ્પર સન્માન, સમાનતા અને પરસ્પર હિતને ધ્યાનમાં લઇને સંવાદને મહત્વ આપવા ઉપર ભાર મુકયો છે. એસ.સી.ઓ.ના સભ્ય દેશોના વડાઓએ વિશ્વ વેપાર સંસ્થાના સિધ્ધાંતો અને નિયમોના આધારે મુકત, પારદર્શક, સર્વસમાવેશક અને ભેદભાવ વગરની બહુસ્તરીય વેપાર વ્યવસ્થા મજબુત બનાવવાની તરફેણ કરી છે.

ઉલ્લેખનીય છે કે, એસ.સી.ઓના વડાઓની વિડીયો કોન્ફરન્સીંગ માધ્યમથી યોજાયેલી આ બેઠકમાં વિદેશમંત્રી એસ. જયશંકરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *