જમ્મુ-કાશ્મીરમાં ગઈકાલે સાંજે સુરક્ષા દળો સાથેની અલગ-અલગ અથડામણમાં ચાર આતંકવાદીઓ ઠાર થયા છે. કાશ્મીર રેન્જના અધિક પોલીસ મહાનિર્દેશક વિજય કુમારે જણાવ્યું હતું કે પુલવામા જિલ્લાના અવંતીપોરાના ખાંડીપોરા ગામમાં માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓમાં લશ્કર-એ-તૈયબાના કમાન્ડર મુખ્તાર અહેમદનો સમાવેશ થાય છે. એન્કાઉન્ટર સ્થળ પરથી AK-૪૭ અને AK-૫૬ રાઈફલ્સ મળી આવી છે.
અનંતનાગ જિલ્લાના બિજબેહરા વિસ્તારના સેમથાન ગામમાં બીજી અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો. શ્રીનગર પોલીસે ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી ગ્રેનેડ અને વિસ્ફોટકો જપ્ત કર્યા છે.