પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગણિતશાસ્ત્રી અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત આરએલ કશ્યપના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, આર.એલ. કશ્યપ બહુપક્ષીય વ્યક્તિત્વ અને મહાન વિદ્વાન હતા. તેમને સમૃદ્ધ ગાણિતિક અને વૈજ્ઞાનિક જ્ઞાનના આશીર્વાદ હતા. તેઓ ભારતના સાંસ્કૃતિક મૂળ પર ખૂબ જ ગર્વ અનુભવતા હતા અને વૈદિક અભ્યાસમાં પોતાને અલગ પાડતા હતા. તેમના નિધનથી દુઃખ થયું. તેમના પરિવાર પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ. ”