ગુજરાત ચુંટણીને લઇને પક્ષપલટાની મોસમ જામી છે. ચુંટણી ટાણે નારાજ નેતાઑ પાટલી બદલી રહ્યા છે. તેવામાં બે દિવસ આગાઉ જ માતરથી ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જેનું આમ આદમી પાર્ટી જોઇન કર્યાના ૪૮ જ કલાકમાં મન બદલાયું હોય તેમ ફરી ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી ભાજપનો ભગવો ધારણ કરી લેશે. જેને લઇને રાજકીય વર્તુળોમાં તરહ-તરહની ચર્ચા જાગી છે.
માતરના ધારાસભ્ય કેસરીસિંહ ફરી ભાજપમાં જોડાઇ રહ્યા છે. માતરથી ટિકિટ કપાતા કેસરીસિંહ નારાજ હતા. ભાજપે કલ્પેશ પરમારને ટિકિટ આપતા નારાજગીને પગલે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
ત્યાંરબાદઆ આમ આદમી પાર્ટીમાં થી મહિપતસિંહ ચૌહાણને ઉમેદવાર જાહેર કરાયા છે. મહત્વનું છે કે કેસરીસિંહ ૨૦૧૭ માં માતરથી ચૂંટણી જીત્યા હતા.કેસરીસિંહે કોંગ્રેસના ઉમેદવાર સંજય પટેલને હરાવ્યા હતા. વધુમાં પાવાગઢમાં દારૂની મહેફિલ માણવા અને જુગાર રમવા મુદ્દે ઝડપાયા હતા. જે કેસ ચાલી જતાં કોર્ટે કેસરીસિંહને બે વર્ષની સજા પણ ફટકારી હતી.