સુરત એરપોર્ટ પરથી DRIએ ૧.૬૬ કરોડની કિંમતનું ૩.૧૭ કિલો દાણચોરીનું સોનું જપ્ત કર્યું હતું. સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ભારતમાં દાણચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
DRIના અધિકારીઓને બાતમી મળતા શારજાહથી સુરત મુસાફરી કરી રહેલા ૩ મુસાફરોની સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અટકાયત કરીને તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ૭ સોનાની પેસ્ટ કેપ્સ્યુલ તેમના શરીરમાં છુપાવેલી જોવા મળી હતી તેમજ ૧૯૪૧.૨૮ ગ્રામ સોનું મળી આવ્યું હતું અને તેની બજાર કિંમત રુપિયા ૧.૦૩ કરોડ નક્કી કરવામાં આવી હતી. આ ઘટનામાં રિકવર કરાયેલ અને જપ્ત કરાયેલ કુલ ૧.૨૩ કિલો સોનું મળ્યું હતું જેની કિંમત રુપિયા ૬૩.૨૫ લાખ હતી. આ વર્ષે DRIએ ગુજરાતમાંથી અત્યાર સુધીમાં રુપિયા ૧૮.૧૦ કરોડની કિંમતનું ૩૩.૭૩૫ કિલોગ્રામ સોનું જપ્ત કર્યું હતું.