દક્ષિણ રેલવેના કોચુવેલી સ્ટેશન યાર્ડમાં બ્લોકને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે.
દક્ષિણ રેલવેના કોચુવેલી સ્ટેશન યાર્ડમાં રિમોડલિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે. પોરબંદરથી ૧૭ નવેમ્બર અને ૨૪ નવેમ્બરના રોજ ઉપડનારી ટ્રેન પોરબંદર-કોચુવેલી એક્સપ્રેસ કોલ્લમ જંકશન સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. આ ટ્રેન પોરબંદરથી રવાના થઈને કોલ્લમ જંક્શન સુધી દોડશે.
પોરબંદરથી ૦૮ ડિસેમ્બરે ઉપડનારી ટ્રેન પોરબંદર – કોચુવેલી એક્સપ્રેસ એર્નાકુલમ જંક્શન સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. કોચુવેલીથી ૧૧ ડિસેમ્બરના રોજ ઉપડનારી ટ્રેન કોચુવેલી – પોરબંદર એક્સપ્રેસ કોચુવેલીને બદલે એર્નાકુલમ જંક્શન સ્ટેશનથી શરૂ થશે. ટ્રેનના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.