મુંબઈમાં જાહેર અને ખાનગી બેંકોનાં વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠકમાં માહિતી આપી.
રિઝર્વ બેંકનાં ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું છે કે, રોગચાળા અને આર્થિક અનિયમિતતા વચ્ચે આર્થિક વિકાસને મદદરૂપ થવામાં કોમર્શિયલ બેંકોએ નિર્ણાયક ભૂમિકા ભજવી છે. મુંબઈમાં જાહેર અને ખાનગી બેંકોનાં વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠકમાં તેમણે આ મુજબ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, ભારતીય બેકિંગ ક્ષેત્ર સ્થિતીસ્થાપકતા દર્શાવતા વિવિધ માપદંડોમાં સતત સુધારો કરી રહ્યું છે.
બેઠકમાં શક્તિકાંત દાસે બેંકોને બૃહદ આર્થિક સ્થિતી પ્રત્યે સચેત રહેવાની તથા નાણાકીય સ્થિરતાનાં જોખમો નિવારવા સક્રિય પગલાં લેવાની સલાહ આપી છે. આ બેઠકમાં થાપણોમાં વૃધ્ધિ અસ્કામતોની ગુણવત્તા, આઈ.ટી. ઈન્ફાસ્ટ્રક્ચરમાં રોકાણ, નવી ટેકનોલોજી સોલ્યુશન અપનાવવા તથા ડિજીટલ બેંકિંગ એકમોની કામગીરી સહિતનાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરાઈ હતી.