આમ આદમી પાર્ટી – કોંગ્રેસને પછાડવા ભાજપની ખાસ કાર્પેટ બોમ્બિંગ રણનીતિ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે ભારતીય જનતા પાર્ટી ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ છે. જેને લઈ ભાજપ આ ચૂંટણીમાં પ્રચારમાં કોઈ કસર છોડી રહી નથી. આથી ભાજપે શુક્રવારે (૧૮ નવેમ્બરે) ગુજરાતમાં જંગી ચૂંટણી પ્રચાર કરવાની યોજના બનાવી છે. ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટી હાઈકમાન્ડે ઘણા વરિષ્ઠ નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓને એક દિવસમાં ઓછામાં ઓછા ત્રણ વિધાનસભા મતવિસ્તારોમાં જાહેર સભાઓને સંબોધિત કરવાનો નિર્દેશ આપ્યો છે.

ભાજપે ૧૮ નવેમ્બરે કેન્દ્રીય મંત્રીઓ અને રાજ્યના નેતાઓની જાહેર સભાઓ સાથે ગુજરાતના ૮૯ મતવિસ્તારોમાં ‘કાર્પેટ બોમ્બિંગ’ની વ્યૂહરચના તૈયાર કરી છે. ગુજરાતની ચૂંટણીમાં ભાજપની તરફેણમાં વાતાવરણ ઊભું કરવા માટે કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યના નેતાઓ, વિધાનસભા ચૂંટણીના ઉમેદવારો અને અન્ય પ્રચારકો આ મતવિસ્તારોમાં જાહેર સભાઓ કરશે. કહેવામાં આવી રહ્યું છે કે, ગજેન્દ્ર સિંહ શેખાવત, ધર્મેન્દ્ર પ્રધાન, સ્મૃતિ ઈરાની સહિત ઘણા કેન્દ્રીય મંત્રીઓ આ મતવિસ્તારોમાં સભાઓ અથવા જાહેર સભાઓ કરશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પક્ષના અધ્યક્ષ સીઆર પાટીલ પણ સભાને સંબોધશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *