ગુજરાતના ઉદ્યોગપતિઓ કેન્યામાં રોકાણ કરે તેવો હેતુ
અમદાવાદમાં કેન્યા ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ટુરીઝમ ફોરમ સેમિનાર ગઈકાલે યોજાયો હતો. જેમાં ગુજરાતના ઉદ્યોગપતિઓ કેન્યામાં રોકાણ કરે તેમજ કેન્યામાં વધુ પ્રવાસીઓ આવે, જેથી કરીને કેન્યાનો ગ્રોથ થાય તેવા મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. સેમિનારમાં કેન્યાના ભારત ખાતેના રાજદૂત વેલીબેટએ કેન્યામાં રોકાણની રહેલી તકો અને ટુરિઝમ અંગેની માહિતી આપી હતી. આ અંગે તેમણે પ્રેઝન્ટેશન પણ રજૂ કર્યું હતું. કાર્યક્રમમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પથિક પટવારી સહિતના રોકાણકાર અને ટુરિઝમ સાથે સંકળાયેલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.