પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અરૂણાચલ પ્રદેશના ઇટાનગરમાં પ્રથમ ગ્રીન ફિલ્ડ ‘ડોની પોલો’ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે જ તેમણે ૮,૪૫૦ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિકસિત ૬૦૦ મેગાવોટ કામેંગ હાઈડ્રો પાવર સ્ટેશનને પણ દેશને સમર્પિત કર્યું હતું.
આ પ્રસંગે તેમણે જણાવ્યુ હતું કે જેનો શિલાન્યાસ અમે કરીએ છીએ તેનું ઉદ્ઘાટન પણ અમે જ કરીએ છીએ. તેમણે ઉમેર્યું હતું કે મુખ્યમંત્રી પેમા ખાંડુના નેતૃત્વમાં અરૂણાચલ પ્રદેશ પ્રગતિના સોપાનો સર કરી રહ્યું છે. ઇટાનગરનું ‘ડોની પોલો’ એરપોર્ટ ૬૪૦ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નિર્માણ કરાયું છે. આ એરપોર્ટના નિર્માણથી આ વિસ્તારમાં કેનેક્ટિવિટીમાં સુધારો થશે અને આ વિસ્તારમાં વેપાર અને પ્રવાસન વિકાસ માટે એક મજબૂત સેતુનું કાર્ય કરશે.