ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ તરફથી પ્રચાર-પ્રસાર વધુ તેજ થયો છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ૩ દિવસ ગુજરાતના પ્રવાસે છે. આજે પ્રધાનમંત્રી વલસાડમાં રેલી કરીને સભા સંબોધશે. આ ઉપરાંત વાપીમાં રોડ શો કરશે.
પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કર્યું હતું કે સમગ્ર ગુજરાતમાં વિકાસના રેકોર્ડને કારણે ભારતીય જનતા પાર્ટી માટે પ્રબળ સમર્થન છે. તેમણે વધુમાં કહ્યું કે, વિપક્ષનો ગુજરાત વિરોધી એજન્ડા વ્યાપક રીતે રદ કરવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી રવિવારે સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં ૪ રેલીઓને સંબોધશે. સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરેન્દ્રનગર, જંબુસર અને નવસારીમાં પણ ચૂંટણી પ્રચાર કરશે. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે ભાજપે પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો માટે ચૂંટણી પ્રચારની શરુઆત કરી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, કેન્દ્રીય મંત્રી, રાજયોના મુખ્યમંત્રી સહિત ૧૫ રાષ્ટ્રીય સંગઠનના નેતા ચૂંટણી પ્રચારમાં જોડાયા છે.