વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે કુલ ૧,૧૧૨ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ છે. ૯૩ બેઠક પર યોજાનારી વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં કેટલા ઉમેદવારો ટકરાશે તેનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે. વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે કુલ ૧,૧૧૨ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જેમાં બનાસકાંઠામાંથી ૧૦૫, પાટણમાંથી ૫૨, મહેસાણામાંથી ૯૦, સાબરકાંઠામાંથી ૨૫, અરવલ્લીમાંથી ૩૯, સાબરકાંઠામાંથી ૬, ગાંધીનગરમાંથી ૭૩, અમદાવાદમાંથી ૩૩૨, આણંદમાંથી ૮૧, ખેડામાંથી ૫૭, મહીસાગરમાંથી ૩૦, પંચમહાલમાંથી ૫૨, દાહોદમાંથી ૪૪, વડોદરામાંથી ૮૯, છોટા ઉદેપુરમાંથી ૧૯ ઉમેદવારનો સમાવેશ થાય છે. અમદાવાદમાંથી સૌથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.