વિશ્વ મત્સ્યપાલન દિવસની ઉજવણીનો ઉદ્દેશ સમગ્ર વિશ્વમાં તમામ માછીમારો, માછલી ઉછેરતા ખેડૂતો અને સંબંધિત હિતધારકો સાથે એકતા દર્શાવવાનો છે
આજે દમણમાં વિશ્વ મત્સ્યપાલન દિવસ મનાવવામાં આવશે. મત્સ્યોદ્યોગ વિભાગ, સમુદ્રમાં પર્યાવરણ તેમજ માલની લાંબા સમય સુધી જાળવણ માટે સમગ્ર વિશ્વના મત્સ્ય વિભાગની જેમ જ દેશમાં સંચાલન તેમજ પરિવર્તન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ દિવસ મનાવે છે. સરકાર આ સંબંધે છેલ્લા ૩ વર્ષમાં શ્રેષ્ઠ દેખાવ કરનારા રાજયો અને જીલ્લાઓને પારિતોષિકો આપશે. ટેકનોલોજીના હસ્તાંતરણ માટે પ્રદર્શન અને ટેકનીકલ આદાનપ્રદાન બેઠકો યોજવામાં આવશે.
દર વર્ષે ૨૧ નવેમ્બરના રોજ વિશ્વ મત્સ્યપાલન દિવસ ઉજવવામાં આવે છે, જેનો ઉદ્દેશ સમગ્ર વિશ્વમાં તમામ માછીમારો, માછલી ઉછેરતા ખેડૂતો અને સંબંધિત હિતધારકો સાથે એકતા દર્શાવવાનો છે. તેની શરૂઆત ૧૯૯૭ માં થઈ હતી, જ્યાં “વર્લ્ડ ફોરમ ઓફ ફિશ હાર્વેસ્ટર્સ એન્ડ ફિશ વર્કર્સ”ની નવી દિલ્હીમાં બેઠક યોજાઈ હતી, જેનાં પગલે ૧૮ દેશોના પ્રતિનિધિઓ સાથે “વર્લ્ડ ફિશરીઝ ફોરમ”ની રચના થઈ હતી અને માછીમારીની સ્થાયી પદ્ધતિઓ અને નીતિઓના વૈશ્વિક આદેશની હિમાયત કરતી એક જાહેરનામાં પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ ઇવેન્ટનો ઉદ્દેશ વધુ પડતી માછીમારી, રહેઠાણના વિનાશ અને આપણાં દરિયાઇ અને તાજાં પાણીનાં સંસાધનોની સ્થિરતા માટેના અન્ય ગંભીર જોખમો તરફ ધ્યાન દોરવાનો છે. ઉજવણીઓ ટકાઉ જથ્થા અને તંદુરસ્ત ઇકોસિસ્ટમને સુનિશ્ચિત કરવા માટે વૈશ્વિક મત્સ્યોદ્યોગનું સંચાલન કરવાની રીતને બદલવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કામ કરે છે.