ઈઝરાયેલમાં આઝાદી પછી પહેલીવાર ધાર્મિક કટ્ટરવાદી સરકાર બનવા જઈ રહી છે. ઇઝરાયેલમાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ દેશની સરહદ પર ત્રણ રોબોટિક ગન તહેનાત કરવામાં આવી છે. આમાંથી બે પશ્ચિમ સરહદે સ્થિત છે, જે પેલેસ્ટાઇન અને ઇઝરાયેલ વચ્ચેનો વિવાદિત પ્રદેશ છે.
અહીં પેલેસ્ટિનિયનો અવારનવાર ઈઝરાયેલ સામે વિરોધ પ્રદર્શન કરે છે. ટીયર ગેસ, સ્મોક ગ્રેનેડ (ધુમા઼ડો ફેલાવતો બોમ્બ) અને સ્પન્જ બુલેટ છોડવામાં આવશે. આ બંદૂકો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજીથી ટાર્ગેટ ફિક્સ કરે છે. આ બંદૂકો જીવલેણ નથી, પરંતુ ખૂબ જ ઘાતક હોય છે.
આતંકને ડામવા માટે પેલેસ્ટિનિયન બોર્ડર બ્લોક કરવામાં આવશે
નેતન્યાહુ ખુલ્લેઆમ પેલેસ્ટાઈન વિરોધી કટ્ટરપંથીઓનો પક્ષ લે છે. નિષ્ણાતોનું કહેવું છે કે નેતન્યાહુ પેલેસ્ટાઈનીઓને રોકવા માટે બનાવવામાં આવેલી દિવાલનું કામ આગળ વધારી શકે છે. અહીં, પેલેસ્ટિનિયન માનવાધિકાર જૂથો કહે છે કે ઇઝરાયેલની ચૂંટણી લોકશાહીનો એક જ ઉદ્દેશ્ય છે – પેલેસ્ટિનિયન આરબ લોકોનું દમન અને યહૂદીઓની સર્વોપરિતા.