અલ્પેશ ઠાકોરે રાહુલ ગાંધીની નબળાઈ ગણાવી

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ નો પ્રચાર હાલ પૂરજોશમાં ચાલી રહ્યો છે એવામાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અન્ય પછાત વર્ગ (OBC) નેતા અલ્પેશ ઠાકોર પણ આ પ્રચારમાં ઘણા વ્યસ્ત છે. જણાવી દઈએ કે ભાજપે તેમને ગુજરાતની ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. આ બધા વચ્ચે અલ્પેશ ઠાકોરે રવિવારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી વિશે મોટી વાત કહી હતી. એમને રાહુલ ગાંધીના વીર સાવરકર પર આપવામાં આવેલ નિવેદનની નિંદા કરતા કહ્યું હતું કે ‘ એમને આવી તુચ્છ વાતો કરીને રાજનીતિ ન કરવી જોઈએ.’ સાથે જ  તેમણે રાહુલ ગાંધીને પૂછ્યું કે તેઓ કયું ભારત જોવા માગે છે. સાથે જ એમને એમ પણ કહ્યું હતું કે એ લોકોને ઉશ્કેરવાનું કામ કરી રહ્યા છે અને જૂના નેતાઓની વાત કરીને તમે શું સાબિત કરવા માગો છો?

અલ્પેશ ઠાકોરે રાહુલ ગાંધીની નબળાઈઓ ગણાવતા કહ્યું હતું કે તેમને જે મેસેજ મળે છે તે ખોટો મળે છે કે સાચો છે તેની તપાસ કરતા નથી. ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ પાર્ટીને બદલે પોતાના વ્યક્તિગત એજન્ટો માટે કામ કરી રહ્યા છે અને એટલા માટે રાહુલ ગાંધી સુધી સત્ય નથી પહોંચતું અથવા તો તેઓ સત્ય સમજવા નથી માંગતા. બીજી તરફ ભાજપના નેતા નરેન્દ્ર મોદી હોય કે અમિત શાહ એ લોકો સીધા કાર્યકરો સાથે જોડાયેલા છે અને બંને નેતાઓ પાયાના સ્તરે કાર્યકરો સાથે જોડાયેલા રહે છે.

ઠાકોરે રાહુલ ગાંધીના સાવરકર પરના નિવેદન પર કહ્યું હતું કે ‘સાવરકર અને આરએસએસ માટે બોલીને રાહુલ ગાંધી શું સંદેશ આપવા માંગે છે. આ અંગે નિવેદન આપવાથી કોંગ્રેસને શું ફાયદો થશે એ મારા સમજની બહાર છે. કોંગ્રેસના નેતાઓ આવા નિવેદનો કરીને લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *