હિમાલય અને જમ્મુ કાશમીરના કેટલાંક વિસ્તારઓમાં હિમવર્ષાના કારણે દેશના ઘણા ભાગોમાં ઠંડીમાં વધારો થયો છે.
ગુજરાત રાજ્યમાં ઠંડીમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં સૌથી ઓછું ૧૧ ડિગ્રી સેલ્સીયસ લઘુતમ તાપમાન નલિયામાં નોંધાયું હતું. જ્યારે ગાંધીનગર અને ડિસામાં ૧૨ ડિગ્રી સેલ્સીયસ , અમરેલી, જૂનાગઢ અને અમદાવાદમાં ૧૪ ડિગ્રી સેલ્સીયસ લઘુત્તમ પમાન નોંધાયું હતું. વડોદરામાં ૧૫, ભાવનગર, પોરબંદર અને રાજકોટમાં સરેરાશ લઘુત્તમ તાપમાન ૧૬ ડિગ્રી સેલ્સીયસ રહ્યું હતું. હવામાનની આગાહી અનુસાર આગામી ૩ – ૪ દિવસમાં ઠંડીમાં સામાન્ય ઘટાડો જોવા મળી શકે છે.