આજના દિવસે ૧૪ વર્ષ પહેલા તાજ હોટલ સહિત મુંબઈની વિવિધ જગ્યાએ આંતકવાદીઓએ કર્યો હતો હુમલો

૨૬ મી તારીખ અને ૧૧ મો મહિનો આવે છે, ત્યારે મુંબઈમાં ૧૪ વર્ષ જૂના હુમલાની યાદો દરેકના મનમાં તાજી થઈ જાય છે. આ આતંકવાદી હુમલાને કારણે દેશની આર્થિક રાજધાની સહિત સમગ્ર દેશ હચમચી ગયો હતો.

૧૪ વર્ષ પહેલા આંતકવાદીઓએ મુંબઈની પ્રખ્યાત તાજ હોટલ સહિત અન્ય વિસ્તારોમાં હુમલો કર્યો હતો. ૨૬ નવેમ્બર ૨૦૦૮ ના રોજ મુંબઈમાં ૮ આતંકવાદી હુમલા થયા હતા. એક મુંબઈના બંદર વિસ્તારના મઝગાંવમાં અને એક વિલે પાર્લેમાં છત્રપતિ શિવાજી ટર્મિનસ, ઓબેરોય ટ્રાઈડેન્ટ, તાજ પેલેસ એન્ડ ટાવર, લિયોપોલ્ડ કાફે, કામા હોસ્પિટલ, નરીમન હાઉસ, મેટ્રો સિનેમા અને ટાઈમ્સ ઓફ ઈન્ડિયા બિલ્ડિંગ અને સેન્ટ ઝેવિયર્સ કોલેજની પાછળની ગલીમાં, ટેક્સીમાં પણ વિસ્ફોટ થયો હતો. ચારમાંથી બે આતંકવાદીઓ અબ્દુલ રહેમાન બડા અને અબુ અલી નજીકની પોલીસ ચોકીની સામે ક્રૂડ આરડીએક્સ બોમ્બ પ્લાન્ટ કરીને ટાવર વિભાગના મુખ્ય દરવાજા સુધી પહોંચ્યા હતા. AK – ૪૭, દારૂગોળો અને ગ્રેનેડથી સજ્જ આતંકવાદીઓ લોબી એરિયામાં ઘૂસી ગયા અને કોઈપણ પર ગોળીબાર શરૂ કરી દીધો હતો.

બ્લાસ્ટથી તાજમાં આગ લાગી હતી


બે વધુ આતંકવાદીઓ શોએબ અને ઉમરે મહેલના ગેટમાંથી પ્રવેશ કર્યો અને પૂલ સાઈડના વિસ્તારમાં મહેમાનો પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો.

૪ વિદેશી આતંકવાદીઓના હુમલામાં પૂલસાઇડ સુરક્ષા ગાર્ડ રવિન્દ્ર કુમાર, લેબ્રાડોર રીટ્રીવર સાથે માર્યા ગયા હતા. આ હુમલામાં વિદેશીઓ સહિત ૧૬૬ લોકો માર્યા ગયા હતા. જવાબી કાર્યવાહીમાં, ૯ બંદૂકધારી આતંકવાદીઓ માર્યા ગયા, જ્યારે એક બચી ગયો હતો. તે દિવસે મધ્યરાત્રિની આસપાસ, મુંબઈ પોલીસે તાજને ઘેરી લીધી હતી. આ સમય સુધીમાં સ્ટાફ દ્વારા ઘણા મહેમાનોને હોટેલની અંદરના નાના રૂમમાં બંધ કરી દેવામાં આવ્યા હતા. લગભગ ૧ વાગ્યે હોટેલના મુખ્ય ગુંબજ પર બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેના કારણે બિલ્ડિંગમાં જોરદાર આગ લાગી હતી. આગની લપેટમાં આવતા જ સેના અને ફાયરના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ત્યારબાદ લોકોને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું.

કમાન્ડોએ ૨ ગ્રુપ બનાવ્યા હતા

કમાન્ડો તરફથી બે ગ્રુપ બનાવવામાં આવ્યા હતા. પ્રથમ ગ્રુપ સલામત રીતે બહાર નીકળી ગયું. જ્યારે બીજા ગ્રુપને આતંકવાદીઓએ ત્યારે જોઈ લીધુ જ્યારે તેઓ બહાર જઈ રહ્યા હતા. આ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ હુમલામાં તાજ હોટલના તંદૂર રસોઇયા ગૌતમ સિંહનું ગોળી વાગતા મોત થયું હતું.

બીજા દિવસે (૨૭ નવેમ્બર) ૨૦૦ કમાન્ડોની એક ટીમ નવી દિલ્હીથી મુંબઈ આવી અને તાજ અને ઓબેરોય ખાતે બચાવ કામગીરી સંભાળી, ત્યારબાદ સરકારે બિલ્ડિંગ પર હુમલો કરવાનો આદેશ આપ્યો, પછી લોકોને બહાર કાઢવાનું કામ શરૂ થયું.

NSGએ ઓપરેશન બ્લેક ટોર્નેડો ચલાવ્યું હતું


૨૮ નવેમ્બરની સવાર સુધીમાં, મુંબઈ પોલીસ અને સુરક્ષા દળોએ તાજ હોટલ સિવાયના તમામ સ્થળોને સુરક્ષિત કરી લીધા હતા. ભારતના નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) એ હુમલાખોરોને બહાર કાઢવા માટે ઓપરેશન બ્લેક ટોર્નેડો શરૂ કર્યું. ૨૯ નવેમ્બરે ભારતીય કમાન્ડોએ જાહેરાત કરી કે તાજને તમામ આતંકવાદીઓથી સાફ કરી દેવામાં આવી છે.

આતંકવાદી કસાબ પાકિસ્તાની નાગરિક હતો


આ આતંકી હુમલામાં એક આતંકવાદી જીવતો પકડાયો હતો, જેનું નામ અજમલ કસાબ હતું. તે એકમાત્ર જીવિત હુમલાખોર હતો. તેણે ખુલાસો કર્યો હતો કે, હુમલાખોરો આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબાના સભ્યો હતા અને પાકિસ્તાનથી ઓપરેટ કરી રહ્યા હતા. તે જ સમયે, ભારત સરકારે આતંકવાદી અજમલ કસાબના પાકિસ્તાની હોવાની પુષ્ટિ કરી હતી, પરંતુ પાકિસ્તાન તેને સ્વીકારતું ન હતું. જોકે બાદમાં પાકિસ્તાને સ્વીકાર્યું હતું કે, મુંબઈ હુમલામાં સામેલ અને જીવતો પકડાયેલો આતંકવાદી પાકિસ્તાની નાગરિક હતો.

૨૬/૧૧ હુમલાનો મુદ્દો UNSCમાં ઉઠાવવામાં આવ્યો

આ વર્ષે ઓક્ટોબરમાં, વિદેશ મંત્રી એસ જયશંકર અને યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિંકને સંયુક્ત રાષ્ટ્રની આતંકવાદ વિરોધી પરિષદમાં ૨૬/૧૧. ના મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડને વૈશ્વિક આતંકવાદી તરીકે સૂચિબદ્ધ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

૨૦૦૮ ના આતંકવાદી હુમલાના સ્થળો પૈકીના એક તાજ પેલેસ ખાતે આયોજિત કોન્ફરન્સમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના તમામ ૧૫ સભ્યોના પ્રતિનિધિઓ હાજર હતા. આ દરમિયાન ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ હુમલાના માસ્ટરમાઇન્ડ પૈકીના એક સાજિદ મીરની ઓડિયો ક્લિપ ચલાવી હતી. ઓડિયો ક્લિપમાં તે આતંકવાદીઓને નરીમાન હાઉસ પર ગોળીબાર કરવાની સૂચના આપતા સાંભળી શકાય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *