ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ ને લઇને ભાજપે ૫ થી ૧૫ તારીખ સુધી લોકો પાસેથી અભિપ્રાય મેળવ્યા હતા
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેવામાં આજે ભાજપ વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ નું સંકલ્પ પત્ર જાહેર કરશે.
આજે કમલમમાં સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ સંકલ્પ પત્ર જાહેર કરશે. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ હાજર રહે તેવી સંભાવના છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ ને લઇને ભાજપે ૫ થી ૧૫ તારીખ સુધી લોકો પાસેથી અભિપ્રાય મેળવ્યા હતા. અને લોકોના મુદ્દા પરથી જ સંકલ્પ પત્ર જાહેર કરાશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બે તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કામાં ૮૯ બેઠકો માટે ૧ ડિસેમ્બર અને બીજા તબક્કામાં ૯૩ બેઠકો માટે ૫ ડિસેમ્બરના રોજ મતદાન થશે. જ્યારે ૮ ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.