પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંધારણ દિવસના કાર્યક્રમને સંબોધિત કર્યું

વર્ષ ૧૯૪૯ માં બંધારણ સભામાં ભારતના બંધારણના સ્વીકારની સ્મૃતિમાં  ૨૬ નવેમ્બરે  બંધારણ દિવસની ઉજવણી થાય છે. આ અંગે  બંધારણ દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી ૨૬ નવેમ્બર, ૨૦૨૨ ના રોજ સંસદ તથા વિજ્ઞાન ભવનમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

સંસદના સેન્ટ્રલ હોલ ખાતેના કાર્યક્રમમાં પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ હાજરી આપીને સંબંધોન આપ્યું હતું.  પ્રધાનમંત્રીએ બંધારણ દિવસ પર તમામ શુભેચ્છા પાઠવીને કહ્યું હતું કે, આ  વખતે બંધારણ દિવસ ખાસ છે કારણ કે આ વખતે ભારતે આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ કર્યા છે. તેમને બાબા સાહેબ આંબેડકર સહિતની બંધારણ સભાના તમામ સભ્યોને આદરપૂર્વક નમન કરવાની સાથે મુંબઈમાં ૧૪ વર્ષ પહેલા થયેલા ૨૬/૧૧ના આતંકી હુમલામાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપી હતી.  પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, આજના યુવાનોમાં બંધારણને લઈને સમજ વધે તેના માટે બંધારણીય વિષયો પણ ચર્ચા ભાગ બનવા જોઈએ. આપણા બંધારણ ગઢવ્યાઓએ એવું બંધારણ આપ્યું છે કે જે ઓપન છે ફ્યુચિરિસ્ટિક છે અને પોતાના આધુનિક વિઝનને લઈને જાણી તો છે. તેથી આપણું બંધારણ સામાન્ય રીતે યુવા કેન્દ્રીત છે. વડાપ્રધાને ભારતને મધર ઓફ ડેમોક્રેસી હોવાનું કહ્યું છે. અત્યારની વૈશ્વિક પરિસ્થિતઓમાં સમગ્ર વિશ્વની નજર ભારત પર છે, દેશની આર્થિક વૃદ્ધિ અને આંતરાષ્ટ્રીય છાપથી તમામ ભારતને જોઈ રહ્યા છે, તેમ વડાપ્રધાને જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાને કહ્યું હતું કે, ન્યાયતંત્ર તમામ માટે સમયસર ન્યાય સુનિશ્ચિત કરવા પગલા લઈ રહ્યું છે.

 

કાર્યક્રમ દરમિયાન, વડાપ્રધાન ઈ-કોર્ટ પ્રોજેક્ટ હેઠળ નવી પહેલો પણ શરૂ કરી હતી, જે માહિતી અને સંચાર તકનીક-સક્ષમ અદાલતો દ્વારા વકીલો અને ન્યાયતંત્રને સેવાઓ પૂરી પાડે છે. વડાપ્રધાન મોદીએ શરૂ કરેલી પહેલોમાં ‘વર્ચ્યુઅલ જસ્ટિસ ક્લોક, જસ્ટઆઈસ મોબાઈલ એપ ૨.૦, ડિજિટલ કોર્ટ અને એસ3બાસ વેબસાઈટનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં અવસરે સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયમૂર્તિ, તમામ હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તથા સિનિયર-મોસ્ટ ન્યાયમૂર્તિઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *