નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે યોજાયેલા ભારતીય આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં ખાદી ઈન્ડિયા પેવેલિયને ૧૨ કરોડ રૂપિયાથી વધુનું રેકોર્ડ વેચાણ નોંધાવ્યું છે.
ખાદી અને ગ્રામોદ્યોગ વિભાગે વેપાર મેળામાં હસ્તકળા અને ખાદી – ગ્રામોદ્યોગના શ્રેષ્ઠ ઉત્પાદનોના પ્રદર્શન-વેચાણ માટે ખાદી ઈન્ડિયા પેવેલિયનનું આયોજન કર્યું હતું. ઉપરાંત ખાદીના કારીગરો અને ઉદ્યોગસાહસિકોના ૨૦૦ થી વધુ સ્ટોલ પર તેમના ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ખાદી ઈન્ડિયા પેવેલિયન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલ, લોકલ ટુ ગ્લોબલના વિઝનને ઉજાગર કરે છે.