ગુજરાત વિધાનસભાનાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ પોતાની જીતનો દાવો કરી રહી છે.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી માટે પૂર જોશમાં પ્રચાર ચાલી રહ્યું છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પાલીતાણા, અંજાર, જામનગર અને મહેસાણામાં ચૂંટણી સભાને સંબોધશે. પ્રધાનમંત્રીએ રવિવારે સુરતમાં ભવ્ય રોડ શો યોજ્યો હતો.
જયારે ગૃહમંત્રી અમીત શાહ મહેસાણા, વડોદરા, અરવલ્લી અને અમદાવાદ જિલ્લામાં ચાર જગ્યાએ સભાને સંબોધન કરશે.