ભારત અને ફ્રાંસ વચ્ચે ચોથા દોરની સંરક્ષણ મંત્રણા આજે દિલ્હીમાં યોજાશે.
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ભારતની મુલાકાતે આવેલા ફ્રાંસના મંત્રી સેબેસ્ટીયન લેકોર્ન્યુ આજની મંત્રણામાં આતંકવાદનો વિરોધ હિંદ-પ્રશાંત વિસ્તારમાં દરિયાઈ સલામતી અને ઔદ્યોગિક નીતિ સહિત વિવિધ મુદ્દાઓ અંગે સઘન ચર્ચા – વિચારણા કરશે. ભારત ખાતેના ફ્રાન્સના રાજદૂતાવાસે જણાવ્યું છે કે, સેબેસ્ટીયન વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકરને મળીને આંતરરાષ્ટ્રીય અને પરસ્પર હિતને લગતા મુદ્દાઓ અંગે ચર્ચા-વિચારણા કરશે. તેઓ રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજીત દોભાલને પણ મળશે.