ડ્રગ્સની તપાસ માટે ATS ટીમ કામ પર લાગી
વડોદરા ગ્રામ્યના સિંધરોટ ગામમાં ડ્રગ્સની ફેકટરી પકડાઈ છે. ત્યાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ બનાવવામાં આવતું હતું. મળેલા ડ્રગ્સની તપાસ માટે ATS ટીમ કામ પર લાગી ગઈ છે. ATS ટીમ ફેકટરીમાં ડ્રગ્સનું રો મટીરીયલ પકડાયું કે કેમિકલ તેની તપાસ કરી રહી છે. FSLની ટીમને સાથે રાખીને તપાસ કરવામાં આવી રહી છે. FSLની ટીમ સાથે વડોદરા SOG પોલીસ અને તાલુકા પોલીસ પણ તપાસમાં જોડાઈ છે. આખી રાત ATSની કાર્યવાહી ચાલી હતી.
ATS ડ્રગ્સની ફેકટરી કોણ ચલાવતું હતું, કેટલા સમયથી ડ્રગ્સ બનતું હતું તેની તપાસ કરી રહી છે તેમજ ડ્રગ્સ ક્યાં મોકલવામાં આવતું હતું અને ક્યાંથી મટીરીયલ આવતું હતું તેની પણ તપાસ કરી રહી છે.