ગુજરાતમાં આજે બીજા તબક્કાના મતદાન દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી મત આપ્યા બાદ પોતાના મોટાભાઈ સોમાભાઇ મોદીના ઘરે આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. જે બાદમાં સોમાભાઈ મોદી વડાપ્રધાન વિશે વાત કરતાં ભાવુક થઈ ગયા હતા. તેમણે ભાવુક થતાં કહ્યું હતું કે, તમે ખૂબ જ મહેનત કરો છો દેશ માટે થોડો આરામ પણ કરો.
આજે જ્યારે પ્રધાનમંત્રી મોદી તેમના મોટાભાઈના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. જે બાબતે સોમાભાઇ મોદીને પૂછતાં તેઓએ ભાવુક થતાં કહ્યું હતું કે, તમે ખૂબ જ મહેનત કરો છો દેશ માટે થોડો આરામ પણ કરો. તેમણે કહ્યું હતું કે, ૨૦૧૪ પછી કેન્દ્રએ જે પ્રકારનું કામ કર્યું છે તેને લોકો અવગણી શકે નહીં. મેં તેમને ( વડાપ્રધાન મોદી ) પૂછ્યું કે, તેઓ દેશ માટે ઘણું કામ કરે છે, તેમણે થોડો આરામ પણ લેવો જોઈએ.