સંસદના શિયાળુ સત્રમાં રચનાત્મક ચર્ચા અને કામગીરી થશે.
સંસદના શિયાળુ સત્રનો ૭ ડિસેમ્બરથી આરંભ થશે, આ શિયાળુ સત્ર ૨૯ મી ડિસેમ્બર સુધી યોજાશે.
શિયાળુ સત્રની કામગીરી સરળતાથી ચાલી શકે તે હેતુથી વિપક્ષના સહકાર મેળવવા આજે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે.
૨૩ દિવસના આ સત્રમાં ૧૭ બેઠકો યોજાશે. સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોષીએ આશા વ્યક્ત કરી છે કે, સંસદના શિયાળુ સત્રમાં રચનાત્મક ચર્ચા અને કામગીરી થશે.