તારીખ ૨જી ડિસેમ્બર થી ૪થી ડિસેમ્બર મધ્યપ્રદેશ ના જબલપુર માં રાષ્ટ્રીય કક્ષાનીમિક્સ માર્શલ આર્ટની સ્પર્ધા નું આયોજન થયું હતું જેમાં ગુજરાત MMA ના અધ્યક્ષ હેમાંગ પ્રજાપતિ ની આગેવાની હેઠળ ગુજરાત ના પાંચ ખેલાડીઓએ ભાગ લીધો હતો
નીચે મુજબ કુલ ચાર કેટેગરીમાં પાંચ ખેલાડીઓએ સ્પર્ધામાં પોતનું યુદ્ધકોશલ દેખાડ્યું હતું
પાટડિયા ધર્મ મનોજભાઈ – સુવર્ણચંદ્રક
(૫૬.૭ કિગ્રા – ફ્લાઈવેઇટ કેટેગરી)
કો.પટેલ રાહુલભાઈ નરેશભાઈ – કાંસ્યચંદ્રક
(૫૬.૭ કિગ્રા – ફ્લાઈવેઇટ કેટેગરી)
પટેલ રોહન વિનોદભાઈ – કાંસ્યચંદ્રક
(૭૭ કીગ્રા – વેલ્ટરવેઇટ કેટેગરી- સેમી કોન્ટેક્ટ)
કંથારિયા ધ્વનિત અંકુરભાઈ – રજતચંદ્રક
(અંડર ૨૪ કિગ્રા વેઇટ કેટેગરી – યુથ)
ઉપાધ્યાય યુગ – રજતચંદ્રક
(અંડર ૪૦ કિગ્રા કેટેગરી – યુથ)
નોંધનિય વસ્તુ એછે કે ગુજરાત MMA પાંચ ખેલાડઓની ટીમ સાથે આ સ્પર્ધામાં ઉતરી હતી અને દરેક ખેલાડી પદક જીતીને આવ્યો છે. ગુજરાતની ટીમ ના ફૂલ ૫ પદક હતા જેમાં ૧ સુવર્ણ,૨ રજત અને ૨ કાંસ્યચંદ્રક નો સમાવેશ થાય છે.