નિફ્ટી પણ ૧૦૦ પોઇન્ટના ઘટાડા સાથે ૧૮,૬૦૦ પર ખુલ્યુ હતું
વૈશ્વિક બજારમાં સર્જાયેલા દબાણને કારણે સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા સાથે ખુલ્યા હતા. જેમાં BSE ૪૩૯ પોઇન્ટ ઘટાડા સાથે ૬૨,૩૯૫ પર ખુલ્યો હતો. જ્યારે હાલ ૨૧૪ ઘટાડા સાથે ૬૨,૬૨૦ પોઇન્ટ પર કારોબાર કરી રહ્યો છે. બીજી તરફ નિફ્ટી પણ ૧૦૦ પોઇન્ટના ઘટાડા સાથે ૧૮,૬૦૦ પર ખુલ્યુ હતું. જે હાલ ૬૧ પોઇન્ટના ઘટાડા સાથે ૧૮,૬૩૯ પર છે. આજે બજારમાં ઇંડસઇન્ડ બેંક, એક્સિસ બેંક, બજાજ ફાઇનાન્સના શેર ગ્રીન ઝોનમાં જોવા મળ્યા હતા. તો HCL, ટાટા સ્ટીલ, ઇન્ફોસીસ, ડૉ. રેડ્ડીના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. ઉપરાત, આજે રૂપિયો ડોલરની સરખામણીમાં ૧૫ પૈસાની ઘટાડા સાથે ૮૧.૯૪ પર ખુલ્યો હતો.