અફઘાનિસ્તાનમાં સલામતીની સ્થિતિએ ચિંતાની બાબત છે, આતંકવાદ પ્રેરિત ક્ષેત્રો સામે એકજુથ થઇને લડવું જોઇએ: અજીત ડોભાલ

ભારત અને મ્ધ્ય એશિયાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો વચ્ચે નવી દિલ્હીમાં બેઠક યોજાઈ હતી.

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે અફઘાનિસ્તાન ક્ષેત્ર સહિતના વિસ્તારોમાં આતંકવાદને લઇને ચિંતા વ્યકત કરી હતી. મધ્ય અશિયાઈ દેશો સાથેના સંપર્કને ભારતે ટોચની અગ્રતા આપી છે.

અજીત ડોભાલે જણાવ્યું કે, આંતકવાદીઓને મળતી આર્થિક સહાય રોકવાની બાબતને દરેકે અગ્રતા આપવી જોઈએ અને આતંકવાદી પ્રવૃત્તિમાં સંડોવાયેલી સંસ્થા અને દેશોને સમર્થન આપતા રાષ્ટ્રસંઘના સભ્યદેશોએ દૂર રહેવું જોઈએ. આતંકવાદ પ્રેરિત તમામ ક્ષેત્રો સામે એકજુથ થઇને લડવા માટે આહવાન કર્યું હતું. અફઘાનિસ્તાનમાં સલામતીની સ્થિતિએ ચિંતાની બાબત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *