અમદાવાદના ગવર્મેન્ટ પોલિટેકનિક પર મત ગણતરી શરૂ થઈ
અમદાવાદ ગવર્મેન્ટ પોલિટેકનિક પર મત ગણતરી શરૂ થઈ છે. શરૂઆત બેલેટ પેપરથી કરવામાં આવી છે. તમામ ઉમેદવાર મત ગણતરી કેન્દ્ર પર પહોંચ્યા છે. ઉમેદવારોની સાથે તેમના સમર્થકો પણ મોટી સંખ્યામાં કેન્દ્રની બહાર ઉમટ્યા છે. મત ગણતરી કેન્દ્રની બહાર પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તથા મતગણતરી બહારના રોડ રસ્તા પણ બંધ કરવામાં આવ્યા છે.
૧ ડિસેમ્બરે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની ૮૯ સીટ પર જ્યારે ૫ ડિસેમ્બરે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની ૯૩ સીટ પર મતદાન થયું હતું. જેમાં અનુક્રમે ૬૩.૩૧ અને ૬૫.૩૦ % મતદાન થયું હતું. જેનું સરેરાશ મતદાન ૬૪.૩૦ % થાય છે. જે ગઈ ચૂંટણી કરતા ૪ % જેટલું ઓછું છે. જેની સવારના ૦૮:૦૦ વાગ્યાથી ૩૭ મતગણતરી કેન્દ્રો પર ૧૮૨ સીટની મતગણતરી શરૂ થઈ ગઈ છે. આ ચૂંટણી પરિણામમાં મુખ્યમંત્રી સહિત ૨૦ મંત્રીઓ મળીને કુલ ૧૬૨૧ ઉમેદવારનું રાજકીય ભાવિ નક્કી કરશે.