પેરુમાં ડીના બોલૂર્તેએ પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તરીકે પોતાનો કાર્યભાર સાંભળ્યો

પેરુમાં ડીના બોલૂર્તેએ પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તરીકે પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે. તેઓ છેલ્લાં ૫ વર્ષમાં પેરુના છઠ્ઠા રાષ્ટ્રપતિ છે.

ડીના બોલૂર્તે પેરુના ઉપરાષ્ટ્રપતિ પદે પણ રહી ચૂક્યાં છે. આ પહેલાં એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં પૂર્વ રાષ્ટ્રપતિ પેડ્રો કૈસિલોની પોલીસે ધરપકડ કરી હતી, તેમની પર ૧૩૦ સભ્યોવાળી સંસદમાં ૧૦૧ સભ્યોએ મહાભિયોગ ચલાવવાની તરફેણમાં મતદાન કર્યું હતું.

બોલૂર્તેએ શપથગ્રહણ કર્યા અગાઉ કૌસીલોએ કોંગ્રેસનું વિસર્જન કરીને કટોકટીની જાહેરાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *