ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ૮ થી ૯ ડિસેમ્બર, ૨૦૨૨ સુધી ઉત્તરાખંડની મુલાકાત લેશે.
ભારતના રાષ્ટ્રપતિ આજથી બે દિવસ ઉત્તરાખંડની મુલાકાતે છે ત્યારે આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉત્તરાખંડ સરકાર દ્વારા દેહરાદૂનમાં આયોજિત નાગરિક સત્કાર સમારંભમાં હાજરી આપશે. તે ઉર્જા, શિક્ષણ, રસ્તા, પરિવહન અને શહેરી વિકાસ સાથે સંબંધિત ઉત્તરાખંડના વિવિધ પ્રોજેક્ટ માટે વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન/શિલારોપણ કરશે.
આવતીકાલ એટલે કે, ૯ ડિસેમ્બર, ૨૦૨૨ ના રોજ, રાષ્ટ્રપતિ લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન (LBSNAA), મસૂરી ખાતે ૯૭ માં કોમન ફાઉન્ડેશન કોર્સના વેલેડિક્ટોરિયન ફંક્શનને સંબોધિત કરશે અને દેહરાદૂન ખાતે દૂન યુનિવર્સિટીના વાર્ષિક દીક્ષાંત સમારોહમાં પણ ભાગ લેશે.