ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ૧૫૬ બેઠકો પર ભાજપનો ઐતિહાસિક વિજય

ઘાટલોડિયા બેઠક પરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૧ લાખ ૯૨ હજાર ૨૬૩ મતોની લીડથી જીત મેળવી પોતાનો જ રેકોડ તોડ્યો છે

ગુજરાત વિધાનસભા ચૂંટણીના ગુરુવારે પરિણામ આવી ગયા છે. ગુજરાતની જનતાએ સતત ૭ મી વખત ભાજપ પર ભરોસો મૂક્યો છે. કુલ ૧૮૨ વિધાનસભા બેઠકોમાંથી ૧૫૬ બેઠકો પર ભાજપનો ઐતિહાસિક વિજય થયો છે.

કોંગ્રેસ ને માત્ર ૧૭ બેઠકો પોતાના ખાતે કરી શકી છે. અને આમ આદમી પાર્ટીને  ૫ બેઠકો, સમાજવાદી પાર્ટીને ૧ બેઠક જ્યારે અન્યને ૩ બેઠકો મળી છે.

ઘાટલોડિયા બેઠક પરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૧ લાખ ૯૨ હજાર ૨૬૩ મતોની લીડથી જીત મેળવી પોતાનો જ રેકોડ તોડ્યો છે, ચોર્યાસી બેઠક પરથી ભાજપના ઉમેદવાર સંદીપ દેસાઈ ૧ લાખ ૫૦ થી વધુ મતો, મજુરાથી ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવીએ ૧ લાખ ૧૬ હજારથી વધુ મતોથી લીડ મેળવીને બેઠક કબજે કરી હતી. તો ચાણસ્મા બેઠક પરથી ભાજપના દિલીપ ઠાકોર માત્ર ૬૬ મતથી વિજયી થયા છે. ભાજપના ચર્ચીત નેતાઓ હાર્દીક પટેલ અને અલ્પેશ ઠાકોરનો પણ વિજય થયો છે. જ્યારે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવીનો પરાજય થયો છે. તો કોંગ્રેસમાં અમિત ચાવડા, શૈલેષ પરમાર, ઈમરાન ખેડાવાલા, ગુલાબસિંહ ચૌહાણ, અર્જુન મોઢવાડીયા અને જેગ્નેશ મેવાણીની જીત થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *