પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્ર અને ગોવાની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી નાગપુરમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વન હેલ્થ અને નાગ નદીના પ્રદૂષણ નિવારણ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્ર અને ગોવાની મુલાકાત લેશે. તેઓ સવારે ૧૦:૦૦ વાગે નાગપુર રેલવે સ્ટેશન પહોંચશે જ્યાં તેઓ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે. પ્રધાનમંત્રી ફ્રીડમ પાર્ક મેટ્રો સ્ટેશનથી ખાપરી મેટ્રો સ્ટેશન સુધી મેટ્રો રેલવેની સવારી કરશે. કાર્યક્રમ દરમિયાન તેઓ નાગપુર મેટ્રો ફેઝ-૧નો શિલાન્યાસ કરશે. તેઓ નાગપુર અને શિરડીને જોડતા સમૃદ્ધિ મહામાર્ગના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે અને હાઇવેની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી AIIMS નાગપુરને પણ રાષ્ટ્રને સમર્પિત કરશે.

નાગપુરમાં એક જાહેર સમારંભમાં પ્રધાનમંત્રી શિલાન્યાસ કરશે અને ૧,૫૦૦ કરોડ રૂપિયાની રાષ્ટ્રની રેલ યોજનાઓને સમર્પિત કરશે.

તેઓ નાગપુરમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વન હેલ્થ અને નાગ નદીના પ્રદૂષણ નિવારણ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.

પ્રધાનમંત્રી સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોકેમિકલ્સ એન્જિનિયરીંગ એન્ડ ટેકનોલોજી ચંદ્રપુર રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ ચંદ્રપુર ખાતે સેન્ટર ફોર રિસર્ચ મેનેજમેન્ટ અને કન્ટ્રોલ ઓફ હિમોગ્લોબીનોપેથીનું પણ ઉદ્ઘાટન કરશે.

 

બાદમાં પ્રધાનમંત્રી ગોવામી નવમી વિશ્વ આયુર્વેદ કોંગ્રેસના સમાપન સમારોહને સંબોધિત કરશે. આ કાર્યક્રમ દરમિયાન તેઓ ત્રણ રાષ્ટ્રીય આયુષ સંસ્થાઓનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી ગોવામાં મોપા આંતરરાષ્ટ્રીય વિમાનીમથકનું પણ ઉદ્ઘાટન કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *