પાકિસ્તાનની સેના તેમજ અફઘાન તાલિબાન લડાકુઓ વચ્ચે ચમન સિમા પર ભારે ઘર્ષણ થયું છે.
પાકિસ્તાનની સેના તેમજ અફઘાન તાલિબાન લડાકુઓ વચ્ચે આ લડાઇ ત્યારે શરૂ થઇ જ્યારે અફઘાનિસ્તાનના સરહદી શહેર ઇસ્કુન ગોલ્ડકમા મોર્ટાર પડવાથી લગભગ ચારના મોત અને ૨૦ લોકો ઇજાગ્રસ્ત બન્યાં હતા. તેના જવાબમાં અફઘાન તાલિબાન લડાકુઓએ પાક અફઘાન ચમન સિમા પર હુમલો કર્યો હતો. આ ગોળીબારમાં ૬ પાકિસ્તાની નાગરિકોના મોત થયા હતાં. જ્યારે ૧૭ લોકો ઇજાગ્રસ્ત બન્યાં હતાં. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. પાકિસ્તાન સેનાએ નિવેદનમાં જણાવ્યું છે કે પાક સેનાએ તાલિબાન લડાકુઓને ચોકી બનાવતા રોકવાની કોશિશ કરી હતી ત્યારે બન્ને વચ્ચે ઘર્ષણ થયું હતું.