કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બી.એસ.યેદીયુરપ્પા એ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પાદપૂજા કરીને ભાવાંજલી આપી હતી.
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી – મંત્રીમંડળની યોજાનાર શપથવિધીમા હાજરી આપવા માટે આવેલા કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રદર્શન, વ્યુઇંગ ગેલેરી, સાથે વિંધ્યાચલ અને સાતપુડાની ગિરિમાળાના દર્શન સાથે પ્રાકૃતિક સૌંદર્યનો નજારો માણ્યો હતો. તેમણે કહ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ ખુબ ઓછા સમયમાં થયુ છે આ ઇજનેરી કૌશલ્યનો ઉત્તમ નમુનો છે.
અદભુત પ્રતિમાના નિર્માણ બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપુ છુ.