સુશીલ કુમાર મોદીએ દેશમાં ૨,૦૦૦ રૂપિયાની નોટોની અછતનો મુદ્દ ઉઠાવ્યો

સંસદના શિયાળુ સત્ર દરમિયાન, બીજેપી સાંસદ સુશીલ મોદીએ દેશમાં 2,000 રૂપિયાની નોટોની અછતનો મુદ્દો ઉઠાવ્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે કાળા નાણાંના રૂપમાં નોટોનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. PSU બેંકોના વડાઓ સાથેની બેઠકમાં કેન્દ્રને આ મામલે સ્પષ્ટતા કરવાની માંગ કરવામાં આવી હતી. સુશીલ મોદીએ કહ્યું કે કાળા નાણા પર અંકુશ લગાવવા માટે આ નોટ પર પ્રતિબંધ મુકવો જોઈએ. ફેબ્રુઆરીમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે બેંકોને રૂ. ૨,૦૦૦ ની નોટો જારી કરવાનું બંધ કરવા માટે કોઈ સૂચના આપવામાં આવી નથી.

રાજ્યસભામાં જાહેર મહત્વની બાબતો પર ચર્ચા દરમિયાન બીજેપી સાંસદ સુશીલ મોદીએ કહ્યું કે ૨,૦૦૦ ની નોટનો અર્થ કાળું નાણું છે. ૨,૦૦૦ ની નોટ એટલે કે સંગ્રહખોરી. જે દેશમાં કાળું રોકવું હોય તો ૨,૦૦૦ રૂપિયાની નોટ પર પ્રતિબંધ મૂકવો પડશે. હવે ૨,૦૦૦ રૂપિયાની નોટના ચલણનું કોઈ જ કારણ નથી. હું ભારત સરકારને વિનંતી કરૂ છું કે ૨,૦૦૦ રૂપિયાની નોટ તબક્કાવાર રીતે પાછીં ખેંચી લેવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *