તંવાગમાં ચીની સૈનિકોની અવળચંડાઇ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથસિંહનું મોટું નિવેદન

અરૂણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ૯ ડીસેમ્બરના રોજ અથડામણ થઈ હતી. આ દરમિયાન ભારતીય સેનાએ ચીની સેનાને જોરદાર ટક્કર આપી હતી . ૯ ડિસમ્બરે થયેલી આ અથડામણમાં બંને દેશના સૈનિકો સામાન્ય ઇજાઓ પહોંચી હતી. જે મામલે આજે વિપક્ષે લોકસભામાં હોબાળો કર્યો હતો જેથી કાર્યવાહી સ્થગિત કરવાની ફરજ પડી હતી.

લોકસભામા વિપક્ષના હોબાળાની પ્રવૃત્તિને આડેહાથ લેતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે અરૂણાચલ પ્રદેશમાં સૈન્ય અથડામણનો હવાલો આપીને વિપક્ષે ગૃહમાં કિંમતી પ્રશ્નકાળને સ્થગીત કરાવ્યો છે. જોકે સંસદીય બાબતોના મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે ૧૨:૦૦ વાગે સંરક્ષણમંત્રી રાજનાથસિંહ ગૃહમા નિવેદન આપશે. જ્યારે વિગતો આપવાની વાત કરી હતી ત્યારે હોબાળો કરવાનો કોઇ અર્થ નથી. તેમણે કહ્યું કે પ્રશ્ન સુચીમા પાંચ નંબરનો પ્રશ્ન રાજીવ ગાંધી  ફાઉન્ડેશન ની નોંધણી રદ કરવાનો હતો. કોંગ્રસના સભ્ય દ્વારા જ આ પ્રશ્ન પુછવામાં આવ્યો છે. જોકે આ પ્રશ્ન હાથ ન ધરાય તે માટે આ પગલુ ભર્યુ હોવાનો મનસુબો જણાય છે. વધુમાં કહ્યું હતું કે આજે કોંગ્રેસની ભૂલના કારણે ગલવાનથી માંડીને અરૃણાચલ પ્રદેશ સુધીની સ્થિતિ ચિંતાનજક બની હતી. વર્ષ ૨૦૧૪ બાદ મોદી સરકારે આ વિસ્તારમાં સૈનિકોની તાકાત અને આત્મવિશ્વાસમાં વધારો કર્યો છે.

તવાંગમાં ચીની ભારતીય સેનાની ઝડપ મામલે રક્ષા મંત્રી રાજનાથસિંહએ નિવેદન આપતા કહ્યું કે આપણા જવાનમાંથી એકપણ જવાનનું મૃત્યુ થયું નથી કે કોઈને પણ જવાનને ગંભીર ઈજા પહોચી નથી.  તવાંગ ક્ષેત્રમાં એલ.ઓ.સી. પર અતિક્રમણ કરીને ચીની સૈનિકો દ્વારા એકતરફી બદલાવનો પ્રયાસ કર્યો હતો. ચીનના સૈનિકોના આ પ્રયાસનો ભારતીય જવાનોએ કડક હાથે જવાબ આપ્યો હતો. આ બનાવમાં અથડામણ થઇ હતી.જેમા બન્ને બાજુ સેનિકોને ઇજા પણ થઇ છે. ભારતીય સેનાએ આપણા વિસ્તારમા અતિક્રમણ રોકી ચીની સૈનિકોને તેમની પોસ્ટ પર પરત ફરવા મજબુર કર્યા હતા. ૧૧ ડિસેમ્બરે લોકલ કમાન્ડરે ચીનના સમકક્ષ સાથે એક ફ્લેગ મિટીંગ કરી હતી અને હાલમા મામલો થાળે પડી ગયો છે. અગાઉ વિપક્ષે પ્રશ્નોત્તરી દરમિયાન તવાંગના મુદે ચર્ચા કરવાની માંગ કરી ગૃહમાં વિક્ષેપ શરૂ કર્યો હતો, અતિશય ઘોંઘાટ વચ્ચે અધ્યક્ષે ચર્ચાની મંજૂરી નહી આપતા વિપક્ષના સભ્યોએ હંગામો ચાલુ રાખ્યો હતો. જેથી અધ્યક્ષે લોકસભા ૧૨:૦૦ વાગ્યા સુધી મુલતવી રાખવાની જાહેરાત કરી હતી. રાજ્યસભામાં પણ કોંગ્રેસ- વિપક્ષના સભ્યોએ તવાંગના મુદે ચર્ચા કરાવવા માંગ કરી રહ્યાં હતાં.

તો બીજી તરફ સંસદભવન પર થયેલ આતંકીહુમલાની આજે ૨૧ મી વરસી છે. ૧૩ ડિસેમ્બર ૨૦૦૧ ના દિવસે પાકિસ્તાનથી આવેલા પાંચ આંતકીઓએ લોકતંત્રના પવિત્ર મંદિર સંસદભવન પર હુમલો કર્યો હતો. આ હુમલો સંસદના શિયાળુસત્ર દરમિયાન થયો હતો.

આ દરમિયાન નવ સુરક્ષા જવાનોએ દેશની રક્ષા માટે પોતાના પ્રાણોની આહુતી આપી હતી. આજે  ઉપરાષ્ટ્રપતિ  અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી  અમિત શાહ સહિતના અગ્રણીઓએ શહીદોને પુ્ષ્પાજંલી અર્પી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *