UNSCમાં આતંકવાદ વિરોધી અને બહુ પક્ષીયવાદ ઉપર ભારત દ્વારા આયોજિત કાર્યક્રમ પહેલા રશિયાએ મહત્વનું નિવેદન આપ્યું હતું.
રશિયાના વિદેશ મંત્રી સેર્ગેઈ લવરોવે ભારતની તરફેણ કરતાં સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્ય પદ મળે તેવી રજૂઆત કરી હતી. સાથે તેમણે જણાવ્યું હતું કે, વિશ્વની વિવિધ પ્રકારની સમસ્યાઓના ઉકેલ માટે ભારત પાસે અનુભવ છે. UNSCમાં કાયમી સભ્ય તરીકેની માગ કરવાની સાથે કહ્યું હતું કે, ભારત SCO અંતર્ગત દક્ષિણ એશિયામાં એકીકરણ માળખાની શ્રેણીનો એક ભાગ છે અને તે સંયુકત રાષ્ટ્રમાં સક્રિય ભૂમિકા ભજવે છે.