મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અમદાવાદના વૈષ્ણોદેવી અંડરપાસને જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો.
૪૦ કરોડ રુપિયાના ખર્ચે તૈયાર થયેલા અંડરપાસને કારણે વૈષ્ણોદેવી સર્કલ તેમજ રિંગરોડ પરથી પસાર થતા વાહનચાલકોને રાહત થશે. ટ્રાફિકનું ભારણ હળવુ થશે.
અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળે ૭૨૦ મીટર લાંબા અને ૨૩ મીટર પહોળા બ્રિજનું ૪૦.૩૬ કરોડના ખર્ચે નિર્માણ કર્યુ છે. આ અંડરપાસમાંથી દૈનિક ૫૦ હજારથી વધુ મુસાફરો અહીંથી પસાર થશે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સરદારધામ ઓડિટોરીયમ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અંડરપાસનું લોકાર્પણ બાદ જાહેરસભાને સંબોધન પણ કર્યું હતું