ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીમંડળના તમામ મંત્રીઓએ પોતાના વિભાગનો ચાર્જ વિધિવત રીતે સંભાળી લીધો છે.
માંજલપુરના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલને નવા પ્રોટેમ સ્પીકર બનાવાયા છે. ગુજરાત વિધાનસભામાં આગામી ૧૯ – ૨૦ મી ડિસેમ્બરના રોજ સત્ર મળશે.
આ પહેલા ૧૯ ડિસેમ્બરના રોજ પ્રોટેમ સ્પીકર તરીકે યોગેશ પટેલ ચૂંટાયેલા તમામ ધારાસભ્યોને શપથ લેવડાવશે.ત્યારબાદ વિધાનસભાના કાયમી સ્પીકર માટેની પ્રક્રિયા પણ હાથ ધરાશે.