ન્યૂઝીલેન્ડે તમાકું પર પ્રતિબંધ મૂક્તો કાયદો પસાર કર્યો.
દેશમાં ભાવિ પેઢીના હિતને ધ્યાનમાં લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે.
દેશની સરકાર આવતા વર્ષથી તમાકુ પર સંપૂર્ણ પ્રતિબંધ લાવવાનો પ્રયાસ કરી રહી છે. આ કાયદા અંતર્ગત ૨૦૦૮ પછી જન્મેલી કોઈપણ વ્યક્તિ દેશના સિગારેટ કે તમાકું ઉત્પાદનો ખરીદી શકશે નહીં.
ન્યૂઝીલેન્ડના આરોગ્યમંત્રી ડૉ.આયેશા વેરાલે નિવેદનમાં જણાવ્યું હતું કે, આ કાયદો ધુમ્રપાન મુક્ત ભવિષ્ય તરફની પ્રગતિને વેગ આપશે. વર્ષ ૨૦૨૩ ના અંત સુધીમાં તમાકુના વેંચાણ માટે લાયસન્સ ધરાવતા વેપારીઓની સંખ્યા ૬,૦૦૦ થી ઘટાડીને ૬૦૦ સુધી કરવાનો લક્ષ્ય ન્યૂઝીલેન્ડ સરકારે નિર્ધારિત કર્યો છે.