સરદાર પટેલ યુનિવર્સિટીનો ૬૫ મો પદવીદાન સમારંભ રાજયપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં યોજાયો

વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલી સરદાર પટેલ યુનિવર્સિટીનો ૬૫ મો પદવીદાન સમારંભ યોજાયો.

 

૧૮ હજારથી વધુ વિદ્યાર્થીને ડિગ્રી એનાયત કરવામાં આવી. જ્યારે ૧૧ વિદ્યાશાખાના ૧૦૮ તેજસવી વિદ્યાથીને સુવર્ણ ચંદ્રક વડે સન્માનવામાં આવ્યા હતા. પદવીદાન સમારંભના મુખ્ય અતિથિ તરીકે રાજયપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા.. પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું કે, ઉત્તમ માનવીનું નિર્માણ કરવું સૌથી કઠિન હોવા છતાં દેશ માટે અત્યંત જરૂરી છે. તેમણે ઉમેર્યું હતું કે શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ ચરિત્રવાન અને જવાબદાર તેમજ રાષ્ટ્ર પ્રતિ સમર્પણ ભાવ રાખનારા શ્રેષ્ઠ નાગરિક દ્વારા જ થઈ શકે છે.

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના કુલપતિ અને ઈન્ટરનેશનલ લો કમિશન – UNના સભ્ય ડો.ક્બિમલ પટેલે દિક્ષાંત પ્રવચનમાં જણાવ્યુ હતું કે આર્થિક સફળતા તમારા સામાજિક જીવન ઉપર સવાર થાય નહીં તેનું સજાગપણે ધ્યાન રાખજો. તેમણે ઉમેર્યું હતું કે નિષ્ફળતાની ચિંતા કર્યા વગર નવી દિશા શોધતા રહેવાની ધગશ રાખશો તો પ્રગતિ તમારા કદમ ચૂમશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *