ભારતીય જનતા પક્ષ તરફથી વિધાનસભા અધ્યક્ષની જવાબદારી થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીને સોંપવામાં આવી છે.
ગૃહના ઉપાધ્યક્ષ તરીકે શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડનું નામ નક્કી કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાનું પહેલું સત્ર આગામી ૧૯ મી ડિસેમ્બરથી યોજાશે. સત્રના પહેલા દિવસે ગૃહના કાર્યકારી અધ્યક્ષ નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે, વડોદરાની માંજલપુર બેઠક પરથી ચુંટાયેલા ભાજપના સૌથી વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલની ગૃહના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણુક કરી છે.